Monday 14 March 2016

13 March 2016 ની બેઠક

તારીખ ૧૩ માર્ચ ૨૦૧૬ ની સાંજે મળેલ બેઠકમાં નવા યુવાનો તથા અનુભવીઓ વચ્ચે ચર્ચાયેલ મુદ્દાઓ.
૧. દરેક સભ્યને પોતાના વિચાર પર સ્વતંત્ર કામ કરવા મળશે. કોઇપણ સ્થાયી લીડર કે વડો નહિ હોય.
૨. પામ tree માટે, ચામુંડા માતાના મંદિરની બગીચાની જગ્યામાં, પરવાનગી લીધા પછી, પામ tree નુ રોપણ કરવામાં આવશે. (રોડની સાઈડમાં)
== સુહાસ ચોધરી
૩. ખેતી ની માહિતી, ક્મ્પોજીટ ખાતર વિષે,અળશિયા ની ખેતી વિશેની માહિતી માટે એક સેમીનાર કરવો.
===દીપક, વિજય, સુહાસ
૪.પક્ષીઓ માટે પાણીના કુંડા આવતા રવિવાર શુધી આવી જશે. જે દરેક સભ્ય એ યોગ્ય જગ્યાએ રાખવા મદદ કરવી.
૫. ચિત્ર સ્પર્ધા માટે પ્રાથમિક શાળામાં આવતા રવિવાર શુધી ચર્ચા કરી તરીક નક્કી કરવી.
=== GRBhatol
૬,કુતરાઓ માટે ચાટની વ્યવસ્થા ૧૫ દિવસ મો થઇ જશે.
===દીપક ચોધરી
૭. આપના ગ્રુપ માટે નવા નામ ની ચર્ચા કરવી, તથા નામ નિયત કર્યા પછી પોસ્ટર/બેનર છાપવાની જવાબદારી મયુર ભટોળ લેશે.
===મયુર ભટોળ
૮. માં કાર્ડ જેવી વિવિધ સરકારી યોજનાઓ વિષે ગામના લોકોને માહિતી આપવી.
===વિજય ચોધરી
બીજા મુદ્દાઓ જેના વિષે ચર્ચા શક્ય ન હતી પરંતુ ભવિષ્યમાં થઇ શકે તેવા.
  • ·         ગરીબ લોકો ને હોસ્પીટલમાં કોઈકનો સંપર્ક કરીઆપી યોગ્ય માર્ગ દર્શન કરવું. જેથી એને ઓસો ખર્ચ આવે તથા હેરાન ગતિ ઓછી થાય.
  • ·         RO સિસ્ટમ ગામમાં દરેક ને સસ્તા દરે ખરીદી આપવા અથવા કોઈ આપણો માણસ આ ધધો હાથમાં લે.
  • ·         અઠવાડિયામાં એક વાર ગામમાં યોગ્ય જગ્યાએ સુવિચાર લખવા.
હજું પણ સારા વિચાર રજુ કરવા દરેક સભયને વિનંતી.